ખંભાળિયાના વિરમદડ ગામે વીજળી પડવાથી મૃત્યું પામેલ બે મહિલાના પરિવારજનોને સહાય અપાઈ

ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે ગત તા.૩૦ મી જૂનના રોજ મુશળધાર વરસાદ પડયો હતો. આ સાથે તાલુકામાં ઠેર ઠેર વીજ ત્રાટકના બનાવો પણ બન્યા હતા. આ દરમ્યાન ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે વીજળી ત્રાટકતા આ પરિવારના એક પરણિત મહિલા તથા તેમની ભત્રીજીનું દુઃખદ અવસાન થયું હતું. આ ઉપરાંત અન્ય બે મહિલાઓને પણ ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. વિરમદડ ગામના પાબીબેન સગાભાઈ ડાંગર તથા તેમના ભત્રીજી કોમલબેન કરશનભાઈ ડાંગરનું મૃત્યું નિપજતા આ બંન્ને મૃતકના પરિવારજનોને સરકારી સહાય આપવામાં આવી હતી. બંન્ને મૃતકના સહાયના રૂપિયા ચાર-ચાર લાખ મળી, મૃતકના પરિવારજનોને રૂપિયા આઠ લાખના ચેક વિરમદડ ગામના સરપંચ ખીમાભાઈ આંબલીયા, તલાટી કમ મંત્રી, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!