ખંભાળિયામાં હળવા ઝાપટા વચ્ચે ઉઘાડ નીકળ્યો

0

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં સચરાચર વરસી ગયેલા ચાલીસ ઈંચ ભારે વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આ ઉપરાંત દિવસ દરમ્યાન સૂર્યનારાયણના દર્શન પણ થયા હતાં અને ઉઘાડ નીકળ્યો હતો. જેથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. આ સાથે દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સવારે અડધો- અડધો ઈચ વરસાદ વરસી ગયો હતો. આમ, કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા વચ્ચે જિલ્લામાં મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક પ્રમાણમાં કહી શકાય તેવી મેઘસવારી આ વષેર્ વરસી હોવાનું મનાય છે. જેમાં ચોમાસાના પ્રારંભિક પખવાડિયામાં સો ટકા સુધીનો વરસાદ વરસી ગયો છે. ખંભાળિયામાં સૌથી વધુ વરસાદ ત્રેપન ઈંચ જેટલો (૧૩૦૯ મીલી મીટર ) સાથે મોસમનો કુલ વરસાદ ૧૮૩.૩૩ ટકા વરસ્યો છે. આ સાથે જિલ્લામાં બીજો ક્રમ કલ્યાણપુર તાલુકાનો રહ્યો છે. કલ્યાણપુર તાલુકામાં સાડા બેતાલીસ ઈંચ (૧૦૪૭ મીમી) સાથે મોસમનો કુલ વરસાદ ૧૪૦ ટકા સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં મોસમના સરેરાશ વરસાદ કરતાં ૧૧૦ ટકા સાથે ૨૮ ઈંચ (૬૯૩ મીમી) વરસ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં પણ ૧૫૧.૪૦ ટકા સરેરાશ વરસાદ સાથે કુલ ૭૦૧ મીમી પાણી વરસી ગયું છે. હવે જો મેઘરાજા થોડા દિવસ વિરામ રાખે અને વરાપ નીકળે તો સોળ આની વર્ષ થાય તેવી સંભાવનાઓ પણ જોવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!