ધોરાજીમાં ગિફટ સોપમાંથી ઇલેકટ્રીક સિગારેટ સાથે દુકાનદાર ઝડપાયો

ધોરાજીમાં ગિફટ આર્ટીકલ્સની દુકાનમાં વિદેશી કંપનીની ઇલેકટ્રીક સિગારેટ સાથે એસ.ઓ.જી.એ દુકાનદારની ધરપકડ કરી છે. જયારે શાપરમાં પણ વિદેશી કંપનીની પ્રતિબંધીત સિગારેટનું વેચાણ કરતા ગોંડલના પાનનો ધંધાર્થી રૂા. ૨૨૦૦ ના મુદામાલ સાથે શાપર પોલીસે ઝડપી પાડયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીમાં ત્રણ દરવાજા ચુનારાપા રોડ ઉપર એસઓજીની બાતમીના આધારે દરોડો પાડી ફસ્ર્ટ ક્ધઝયુમર સ્ટોર નામની ગીફટ આર્ટીકલ્સની દુકાનમાંથી બીલ કે આધાર વગરની રૂા. ૧૨૦૦ ની કિંમતની ૩ ઇલેકટ્રીનિક સિગારેટ સાથે વેપારી અલ્તાફ ગફાર જાલીયાવાલાની ધરપકડ કરી છે. ઘટનાની નોંધ કરી ધોરાજી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સી.ટી. વસોયા સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક દરોડામાં શાપર-વેરાવળ પોલીસ મથકના એએસઆઇ વી.બી. ચાવડા સહીતના સ્ટાફે વેરાવળ ગામ બસ સ્ટેશન પાસે કાજલ પાન નામની દુકાનમાં બાતમીના આધારે દરોડો પાડી ગોંડલના ધંધાર્થી ભાવેશ રામપ્રસાદ નિમાવતને રૂા. ૮૦૦ ની કિંમતના ૪ પેકેટ હેઝમ બ્લેક અને રૂા. ૧૪૪૦ ની કિંમતના ૮ પેકેટ ગુદાંગ ગરમ સાથે કુલ કિંમત રૂા. ૨૨૪૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!