ખુનના કેસમાં પ્રથમ આરોપી બાદ બીજા આરોપીને જામીન ઉપર મુક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ

0

કલ્યાણપુર તાલુકા પાનેલી ગામના રહીશ ધીરૂભાઈ માણસીભાઈ હાજાણીના પુત્ર જાલણ ઉફેર્ જાલમના લગ્ન જામનગરના રહીશ સગરાજ વાધાભાઈ હાજાણીની પત્ની કુંવર સાથે થયા હતા અને જાલણ ઉફેર્ જાલમના ભાઈ બ્રીજકરણને સગરાજ હાજાભાઈ હાજાણીની અગાઉની પત્ની પાલી સાથે પ્રેમ સંબંધ હોય અને તેને ભગાડીને ઘરમાં બેસાડેલ હોય તે બાબતે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં મરણ જનાર જાલણ ઉફેર્ જાલમની પત્ની કુંવરને સગરાજને સોંપી આપેલ હતી. તેમ છતાં મરણ જનાર જાલમ ઉફેર્ જાલમ તથા કુંવરને પ્રેમ સંબંધ ચાલુ રહેતાં અને મોબાઈલ ઉપર વાતો કરતા હોય જેની જાણ સગરાજ વાધાભાઈને થતાં તેની દાઝ રાખી સગરાજ વાધાભાઈ હાજાણી, વિહા ઉફેર્ વિહડાભાઈ છગાભાઈ હાજાણી અને હેમસુર લાખુરભાઈ હાજાણીએ એકસંપ કરી જાલણને મારી નાખવા માટે કાવતરૂં રચી તા. ર૧-૪-ર૦૦૯ના ૧ કલાક પહેલાંના કોઈપણ સમયે કનસુમરાના પાટીયા પાસે ગોકુલનગર તરફ જવાના કાચા રસ્તે ઉદ્યોગ પોલીસ ચોકી બીટ, જામનગરની હદમાં મરણ જનારને શરીરે આડેધડ લાકડીઓ વડે માર મારી તેમજ સગરાજ વાધાભાઈ હાજાણીએ લાકડીનો ઘા મરણજનારના માથામાં મારી તમામ આરોપીઓને મારી નાખવાના ઈરાદે માર મારી, ગંભીર ઈજા કરી, એકબીજાને મદદગારી કરી જાલણ ઉફેર્ જાલમનું મોત નિપજાવતાં તે અંગેની ફરિયાદના આધારે ઉપરોકત ત્રણેય આરોપીઓ સામે જામનગર સીટીમાં ‘સી’ ડિવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોકત ત્રણેય આરોપીઓ પૈકી હેમસુર લાખુરભાઈ હાજાણી, વિહા ઉફેર્ વિહડાભાઈ છગાભાઈ હાજાણીએ જામીન ઉપર મુકત થવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં આરોપી વિહા ઉફેર્ વિહડાભાઈ છગાભાઈ હાજાણી તરફે રોકાયેલ વકીલ હર્ષિદ સી. દતાણીની દલીલોને માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટ વિહા ઉફેર્ વિહડાભાઈ છગાભાઈ હાજાણીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે. તેમજ અગાઉ પણ વકીલ હર્ષિલ સી. દતાણીએ આ ગુન્હાના આરોપી હેમસુરભાઈ લાખુરભાઈ હાજાણીને ગુજરાત હાઈકોર્ટમાંથી મુકત કરાવ્યા હતા. વિહા ઉફેર્ વિહડાભાઈ છગાભાઈ હાજાણી તરફે અમદાવાદ ખાતેના ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હર્ષિલ સી. દતાણી તથા જામ ખંભાળીયાના એડવોકેટ એ. આઈ. બ્લોચ અને સી. આર. પરમાર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!