ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કેસોનો વિસ્ફોટ થઇ રહયો છે. ગઈકાલે વધુ એક વિસ્ફોટ થયો હોય તેમ જીલ્લાનાં વેરાવળ, તાલાલા અને ઉના ત્રણ તાલુકામાંથી વધુ ૭ કોરોનાના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. તો જીલ્લામાં સારવાર લઇ રહેલ ૧ દર્દીએ કોરોનાને મહાત આપી છે. જીલ્લામાં ગઈકાલ સુધીના કોરોના કુલ ૧૨૨ પોઝીટીવ કેસો આવ્યા છે. જેમાંથી ૪૦ એકટીવ કેસ છે. જયારે ૭૮ દર્દી સ્વસ્થ થતા રજા આપી દેવાય છે અને ૪ દર્દીઓનાં મૃત્યું થયા
છે. ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં આરબચોકમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા, સોમનાથ ટોકીઝ વિસ્તાર સુપર કોલોનીમાં રહેતી ૬૦ વર્ષીય મહિલા, તાલાલા તાલુકાના ધાવા ગામે રહેતા ૪૭ વર્ષીય પુરૂષ, ૨૦ વર્ષીય યુવતિ, બોરવાવ ગામે રહેતા ૪૪ વર્ષીય પુરૂષ, ઘુસીયા ગામે રહેતા ૪૦ વર્ષીય પુરૂષ અને ઉનાના કોટ વિસ્તારોમાં રહેતા ૫૭ વર્ષીય પુરૂષ કોરોના પોઝીટીવ આવેલ છે. ગઈકાલે આવેલા કોરોના પોઝીટીવ આવેલા સાતેય દર્દીઓના સંપકોર્ અને ચેપની વિગતો એકત્ર કરવા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લાનાં ગીરગઢડાના ધોકડવા ગામે રહેતા અને કોરોનાની સારવાર લઇ રહેલ સંજય આહીર (ઉ.વ.૩૨)એ કોરોનાને મહાત આપી સ્વસ્થ બની જતા ગઈકાલે તેઓને કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા આપી દેવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews