જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર શહેરમાં કોરોનાનો સૌપ્રથમ પોઝીટીવ કેસ મહિલા વન અધિકારીનો આવ્યો હતો જેના પરિણામે લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. ત્યાંજ વિસાવદરના ગ્રામ્ય પંથકનાં જૂની ચાવંડ ગામનાં ૬૦ વર્ષનાં પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ અને તેમનું મૃત્યું નિપજતા વિસાવદર પંથકમાં કોરોનાથી પ્રથમ મૃત્યંુ નોંધાતા જ લોકોમાં જબરી ચિંતા વ્યાપી ગઇ છે. દરમ્યાન વિસાવદર શહેરમાં મહિલા વન અધિકારી ઉપરાંત વધુ ૨ કેસ નોંધાયા છે. જેમાં વિસાવદરમાં દરજી શેરીમાં રહેતા ૭૨ વર્ષનાં પુરૂષ તથા વિસાવદરમાં મુરલીધર પ્લોટમાં રહેતા ૫૨ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આજે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે મામલતદાર કચેરી ખાતે વ્યાપારીઓની યોજાયેલ એક બેઠકમાં વિસાવદરમાં વર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ બજારો સવારે ૮ થી ૩ સુધી જ ખુલ્લી રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવાયાનું અને આ નિર્ણયમાં શાકભાજીવાળાઓ પણ જોડાયાનું ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર તાલુકાનાં અત્યાર સુધીનાં કુલ-૧૬ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જેમાં મૃત્યુ-૧, ડિસ્ચાર્જ-૧૦ અને એકટીવ-૫ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews