જૂન અને જુલાઈ માસમાં જૂનાગઢ સહિત રાજયનાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ગિર-સોમનાથ સહિતનાં અનેક જીલ્લાઓમાં તેમજ શહેરોમાં અને મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાનાં કેસોનો સતત સંક્રમણ વધી રહ્યું છે. જૂનાગઢ શહેરની જાે વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં રોજનાં પ થી ૬ કેસો નોંધાઈ છે તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારનાં મળીને ગઈકાલનો કોરોના પોઝિટીવનો આંકડો ૧ ડઝન ઉપરાંત પહોંચ્યો છે અને કોરોનાનાં કેસોમાં મૃત્યુના બનાવો પણ બની રહ્યાં છે. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ સતત કોરોનાનાં કેસો વધતાં-જતાં જઈ રહ્યાં હોવાનાં કારણે જે-તે વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ એરીયા અને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ કોરોનાનાં વધતા-જતાં કેસોને કારણે આરોગ્ય વિભાગ સતત ધંધે લાગી રહ્યું છે તો બીજી તરફ રાજયનાં આરોગ્ય સચિવ દ્વારા ગુજરાતનાં પ્રત્યેક શહેર અને જીલ્લાની પરિસ્થિતી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને રોજે-રોજ કોરોના કેસો અંગેની અપડેટની માહિતી જારી કરવામાં આવી રહી છે અને ચિંતાજનક ઢબે જૂન અને જુલાઈ માસમાં કોરોનાં કેસનો જે ઉછાળો આવ્યો છે તેને લઈને જૂનાગઢ સહિત વિવિધ શહેરોમાં જે છુટછાટો અપાઈ છે તેનાં ઉપર કાંપ મુકવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક વિચારવામાં આવી રહેલ છે અને ત્યારબાદ પગલાં ભરવામાં આવશે. બીજી તરફ ગુજરાતાં કેટલાય શહેરો એવા છે કે જ્યાં સેલ્ફ લોકડાઉન શરૂ કરી દેવામાં આવેલ છે અને લોકોએ પોતાની રીતે જ સાવચેતી જાળવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમાપ્ત થયા બાદ શહેરોમાં અમદાવાદ, સુરત, નવસારી, જામનગર, ગાંધિનગર, ભાવનગર, અમરેલી, ભુજ-કચ્છ, મોરબી જીલ્લો, બોટાદ જીલ્લો, ગિર-સોમનાથ જીલ્લો, રાજકોટ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, વડોદરા સહિતનાં શહેરોમાં કોરોનાનાં કેસોનો વધારો થઈ રહ્યો છે. બહારનાં લોકોની આંતર જીલ્લામાં અવરજવરને પણ તેનું કારણ ગણવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમ્યાન બહારની કોઈ વ્યકિત અન્ય શહેરમાં પ્રવેશી ન શકે તેવી જડબેસલાક વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી અને જેને કારણે અત્યાર સુધી જૂનાગઢ, દ્વારકા, અમરેલી વગેરે બાકાત રહ્યાં હતાં પરંતુ અન્ય જીલ્લામાં રહેતાં લોકોની જેમ-જેમ અવર-જવર વધી તેમ કોરોનાનાં કેસોનો પણ ઉછાળો આવ્યો છે. ત્યારે આ બાબત અત્યંત ચિંતાજનક છે અને આ અંગે આગામી દિવસોમાં જ કડક પ્રતિબંધ મુકાય તેવી શક્યતા રહેલી છે.
કોરોનાનાં વધતાં-જતાં કેસોનું કારણ ?
• બહારનાં જીલ્લાઓમાંથી થતી અવરજવર
• લોકોની સતત બેદરકારી, બેફામગીરી
• મોઢે માસ્ક ન પહેરવું, જ્યાં-ત્યાં ફુકવું
• સેનેટાઈઝનો ઉપયોગ ન કરવો
• વારંવાર હાથ ન ધોવા
• સામાજીક અંતર ન જાળવવું
• રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ટોનિકનું સેવન ન કરવું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews