જામકંડોરણામાં ખાનગી દવાખાનાનાં તબીબો દ્વારા બાયો મેડિકલ વેસ્ટ-જૈવીક કચરો રસ્તા ઉપર ફેંકી દેતા હોવાની અનેક ફરિયાદો

જામકંડોરણાના પ્રાઈવેટ દવાખાનાના ડોક્ટર દ્વારા બાયો મેડીકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરા જાહેરમાં ફેંકીને કાયદાની ઐસીતેસી કરી રાજકોટ જીલ્લાનાં આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણાના કાલાવડ રોડ ઉપર પ્રાઈવેટ દવાખાનાઓ અને હોસ્પિટલોના બાયો મેડીકલ વેસ્ટ-જૈવિક તબીબી કચરો જાહેરમાં આડેધડ ફેંકીને સ્વછતાના હિમાયતી એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને ચક્નાચુર કરવા મેલી મુરોદો સામે આવી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ જૈવિક કચરો બાયો મેડીકલ વેસ્ટ માટેનો કાયદો અમલમાં છે અને તેના નિયમો છે. પરંતુ જાણે તે કાયદાને કચરા પેટીમાં નાંખી દેવાયો હોય તેવી હાલત જામકંડોરણાના લોકો નરી આંખે જોઈ રહ્યા છે. મીનીસ્ટ્રી ઓફ એન્વાયરોમેન્ટ એન્ડ ફોરેસ્ટના નોટીફીકેશન તા.ર૦-૭-૯૮ મુજબ બાયો મેડીકલ વેસ્ટ રૂલ્સ અમલમાં આવ્યા છે. જે નિદાન, સારવાર, રસીકરણ, ઇન્જેકશન, લોહી ચઢાવવું, ઓપરેશન વગેરે દ્વારા બાયો મેડીકલ વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને લાગું પડે છે. જે દવાખાનું, હોસ્પિટલ, ડીસ્પેન્સરી, વેકસીન સેન્ટર, પશુ દવાખાનું, પેથોલોજી લેબ વગેરેને લાગું પડે છે. કેમ કે કાયદા મુજબ આવા વેસ્ટ યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો વાતાવરણ બગડે અને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના કાયદા મુજબ બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તે ગુનેગારને એક લાખ રૂપિયાનો દંડ અથવા પાંચ વર્ષની કેદની અથવા બંન્ને થઈ શકે છે. જામકંડોરણામાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલનો કાયદો જ કચરા ટોપલીમાં હોય તેમ કાયદાનાં લીરેલીરા કરતા દવાખાનાઓ સામે તત્કાલ કાર્યવાહી કરવા માંગણી ઉઠી
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!