ગીર ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

ઉના તાલુકાનાં ગીર ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગીર ગઢડા શહેરમાં મેધરાજાએ દે ધનાધન બેટિંગ કરી હતી. ગીર ગઢડા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા ગીર ગઢડા તાલુકાના વડવિયાળા, જામવાળા, ફાટસર, ઈટવાયા, ધોકડવા, બેડીયા,સોનારિયા, ખિલાવડ વગેરે ગામોમાં વરસાદ ચાલુ થયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો જેથી ગીર ગઢડા તાલુકાના ખેડૂતોએ ખેતરમાં નિંદામણ અને દવા છંટકાવ કામકાજ ચાલુ કર્યું હતું પરંતુ ગઈકાલે વધુ વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરમાં કામકાજ કરી રહેલા મજુરો બપોર પહેલા જ પરત ફર્યા હતા. ગીર જંગલ વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદ બપોર પછીના અચાનક મેધરાજાએ વિજળીનાં કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ કરતાં ચારેય તરફ પાણી પાણી જેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદથી ગીરગઢડાની રૂપેણ નદીમાં પુર આવ્યું હતું. બીજી તરફ ખીલાવડ ગામે વોંકળામાં એક કાર ફસાઇ ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!