કોરોનાથી સાજા થયા બાદ ૮૭ ટકા લોકોનું જીવન સામાન્ય નથી : સંશોધન

0

કોરોનાથી જંગ જીતીને જે લોકો ઘરે પાછા ફરી રહ્યા છે શું તેઓ હકીકતમાં સ્વસ્થ છે ? શું તેઓ તત્કાલ સામાન્ય જીંદગી તરફ પાછા ફરે છે. જે અનુસાર સ્વસ્થ થયા બાદ પણ ૮૭ ટકા લોકોનું જીવન સામાન્ય હોતું નથી. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોે.માં પ્રકાશિત આ સંશોધન ઈટાલીનાં કોરોનાનાં દર્દીઓ ઉપર કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતનાં સંદર્ભમાં પણ તેનું મહત્વનું છે. રોમની યુનિ. ઓફ આગોસ્તીનાં સંશોધનકારોએ કોરોનાનાં ૧૪૩ સાજા થયેલા દર્દીઓ ઉપર ર મહિનાનાં અભ્યાસ બાદ આ તારણ કાઢયા હતા. એ દર્દી ર સપ્તાહ સુધી હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર હતા. સંશોધનકારોએ કહ્યું હતું કે, માત્ર ૧૩ ટકા લોકો એવા છે જેમને કોઈ શારીરિક મુશ્કેલી નથી અનુભવાઈ અને તેઓ સામાન્ય જીંદગીમાં પરત આવ્યા હતા. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ વખતે બધા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતોે જે નેગેટીવ હતો. બે મહિના પછી કોઈ દર્દીને ફરી તાવ નહોતો આવ્યો પણ દર્દીમાં અનેક એવા લક્ષણો જાેવા મળ્યા જે બિમારી દરમ્યાન થાય છે. પ૦ ટકા સાજા થયેલા દર્દીને થકાન લાગતો હતો, ૪૩ ટકાને શ્વાસ લેવાની તકલીફ હતી તો ૩૩ ટકાને સાંધામાં દુઃખાવો થયો હતો. પપ ટકા કોરોના સંક્રમિત દર્દીઓમાં આ ત્રણ લક્ષણ જાેવા મળ્યા હતા. સંશોધનકારોએ કહ્યું છે કે, અભ્યાસ નાનો છે પણ સંકેત આપે છે કે હોસ્પિટલમાં દાખલ ગંભીર રોગોનાં દર્દી ઉપર લાંબા સમય સુધી અસર રહે છે. કોરોના બિમારી દર્દીને કામચલાઉ રીતે દિવ્યાંગ પણ બનાવી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!