કોરોના મહામારીને કારણે એશિયાના કાપડ ઉદ્યોગ ઉપર સૌથી ખરાબ અસર

0

કોરોના મહામારીને લીધે લોકડાઉન થયેલા દૂનિયાભરનાં દેશોના અર્થતંત્રમાં મોટી તિરાડ પડી ચૂકી છે. એટલે સુધી કે વિકાસશીલ દેશો દસકાઓ પાછળ ધકેલાઈ ગયા છે. લાંબાગાળાના લોકડાઉને મોટાભાગના વેપાર, ધંધા અને ઉદ્યોગોની કફોડી હાલત કરી નાખી છે. આ પૈકી દુનિયાભરના કાપડ ઉદ્યોગને પણ અતિ ગંભીર નુકશાન પહોંચેલ હોવાનું સામે આવ્યું છે. સૌથી પ્રભાવિત અમેરિકાના ઉત્તર ભાગ અને યુરોપમાં મોટાભાગની કાપડની દુકાનો, શો-રૂમો બંધ થઈ ચૂકયા છે. જેને લીધે એશિયામાં હજારો, લાખો કાપડ મજૂરોએ રોજગારી ગુમાવી છે. તેમના રોજગાર આપતાં સંગઠનો પણ બંધ થઈ ગયા છે. વોલસ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ મુજબ એશિયાના ઘણા વિકાસશીલ દેશોમાં લાખો લોકો રોજગાર માટે ટી-શર્ટ અને પેન્ટ બનાવતી ફેકટરીઓ ઉપર નિર્ભર હતા પરંતુ કોરોના મહામારીનેલીધે પશ્ચિમની મોટી બ્રાન્ડ્‌સ દ્વારા ખરબો રૂપિયાના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા અને શિપમેન્ટ પણ કેન્સલ કરી દીધા. જેના ગંભીર પરિણામરૂપે નોમપેન્હ, ઢાકા અને યેન્ગન પાસે આવેલા એશિયાઈ ઔદ્યોગિક વિસ્તારોમાં હજારો લાખો ફેકટરીઓ બંધ થઈ અને કેટલીક બંધ થવાની કગાર ઉપર આવી પહોંચી છે. અત્યારના સમયમાં એશિયામાં બાંગ્લાદેશ, વિયેતનામ અને મ્યાનમાર કોરોના મહામારીને લીધે આર્થિક માર સહન કરનાર પ્રમુખ દેશો છે. એક રિપોર્ટ મુજબ આ દેશોનો ખુબ જ મોટો મજુર વર્ગ બેરોજગાર બની કટોકટીનું જીવન વિતાવી રહેલ છે. કપડા ઉત્પાદન કરવામાં બાંગ્લાદેશ પ્રમુખ કેન્દ્રોમાંથી એક દેશ છે પરંતુ હવે ત્યાં પણ કપડાં ઉદ્યોગ ઠપ્પ થઈ ચૂકયો છે. બાંગ્લાદેશમાં ઉત્પાદન થતા કપડામાંથી ૮પ ટકા કપડા વિદેશમાં જાય છે. અહીં કપડા ઉદ્યોગ સાથે ૪૦ લાખથી વધુ લોકો સંકળાયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!