કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા વિધાર્થીઓનું સન્માન કરાયું

કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વ્રારા દરેક વર્ષ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાતો હોય પણ હાલ કોરોના મહામારીને લીધે કેશોદ કેન્દ્ર તથા કેશોદ શહેરમાં વસતાં અને બહાર ભણતા વિદ્યાર્થીઓને ઘરે જઈ અને સન્માન પત્ર તથા ઇનામો આપી અને વિદ્યાર્થીઓનું કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં. તેમાં એસ.એસ.સી.તથા ૧૨ કોમર્સના ૧૨ સાયન્સ તથા સીબિએસીના વિદ્યાર્થીઓ તથા સાથે તેમના વાલીઓ ને સન્માનિત કરવામાં આવેલ હતાં. વિધાર્થીઓનાં સન્માન કરવામાં મોબાઈલ એશો.પ્રમુખ રાજુભાઇ બોદર અને ઉપપ્રમુખ દિવ્યેશભાઈ છાયા તથા ભાવિનભાઈ ફળદુ વિદ્યાર્થીઓના ઘરે જઇ અને ઉતીર્ણ બની કેશોદ શહેર ને તેમજ પરિવારને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓને શુભેચ્છાઓ આપેલ હતી. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રમાં બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓનું દર વર્ષે સન્માનિત કરીને ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેશોદ મોબાઈલ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અન્ય સામાજિક અને વેપારી સંસ્થાઓને પ્રેરણાદાયી અને દિશાસૂચક છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!