કેશોદનાં ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો નિર્દોષ રાહદારી ભોગ લે તે પહેલા પગલા જરૂરી

0

કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ તુટી જતાં ખાડા પડવાથી હાઈ-માસ્ટ ટાવરના કેબલ બહાર નીકળી ગયાં છે. કેશોદના ચાર ચોકમાં આવેલાં રેલ્વે ફાટક ઉપરથી જીલ્લા કલેકટરનાં જાહેરનામાંથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ભારે વાહનો ફુવારા ચોકથી એરપોર્ટ રોડ તરફથી આવક-જાવક કરતાં હોય છે. કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો ઉપરથી ભારે વાહનો પસાર થાય છે ત્યારે કેબલ કપાઈ જશે તો પાણી ભરેલા ખાડામાં શોર્ટ સર્કિટ થવાથી નિર્દોષ રાહદારી કે વાહન ચાલક ભોગ બનવાની પુરેપુરી સંભાવના છે. રાજ્ય સરકાર હસ્તકના સ્ટેટ હાઈવે રોડ ઉપર સીમેન્ટ રોડ તોડી કોન્ટ્રાકટર દ્વારા કેબલ નાખ્યાં બાદ ફરીથી પીસીસી કરવાની દરકાર ન લેતાં હોય અને જવાબદાર એજન્સી દ્વારા તપાસ કે ચોકસાઈ કરવામાં આવતી નથી જેથી ચોમાસામાં મોબાઈલ કંપનીઓ દ્વારા અને લાઈટોનાં કેબલો નાંખવા સીમેન્ટ રોડ તોડીને ખોદવામાં આવેલા ખાડાઓ જેમનાં તેમ માટી પુરાણ કરી મુકી દેવામાં આવે છે. ત્યારે વરસાદ વરસતા ખાડા ખુલ્લાં પડે છે અને નાનાં મોટાં અકસ્માતો સર્જાતા હોય છે. કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો કોઈ નિર્દોષ રાહદારી કે વાહનચાલક ભોગ બનશે પછી કામગીરી કરવામાં આવશે કે જવાબદાર તંત્ર એક બીજાના ઉપર દોષનો ટોપલો ઢોળી છટકી જવાનો પ્રયત્ન કરશે. કેશોદ શહેરના જાગૃત આગેવાનો ફુવારા ચોક વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે જવાબદાર તંત્રને રજૂઆત કરશે ખરાં તેવો સવાલ ઉઠવા પામેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!