માળીયા હાટીનાં પોલીસ સ્ટેશનનાં નોંધાયેલ ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતાં દારૂ-જુગારનાં ગુનાઓને બનતા અટકાવવા તેમજ નાસ્તા ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસ સ્ટેશનનાં જૂનાગઢ રેન્જનાં પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે.રામાણી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.પી.મેતા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ આણંદભાઈ, રમેશભાઈ મંગાભાઈ તથા હાર્દિક મનસુખભાઈ સહિતનો સ્ટાફ જૂનાગઢ શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં કોરોના વાયરસ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાં ગુ.નં.થર્ડ ૧૦ર-ર૦૧૯ પ્રોહી.કલમ ૬૬બી, ૬પ, ઈ, ૮૧ મુજબનાં ગુન્હામાં છેલ્લાં એક વર્ષથી નાસ્તા-ફરતાં આરોપી ગીગન ધાનાભાઈ મુશાળને પકડી પાડેલ છે અને સીઆરપીસી આઈ મુજબ ધોરણસર અટક કરી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!