ભાણવડનાં તબીબી સાથે થયેલ છેતરપીંડીનો આરોપી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જીલ્લા સાથે સમગ્ર તબીબી જગતમાં ચર્ચાસ્પદ એવા ભાણવડના તબીબ નીશીતભાઈ રાજેશકુમાર મોદી સાથે થયેલી રૂા. પોણો કરોડ જેટલી છેતરપીંડી પ્રકરણમા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસે અંકલેશ્વરથી નરેન્દ્ર બાલુભાઈ પ્રજાપતિને દબોચી લીધો હતો. આ શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં ચોકકસ રકમ જમા થઈ હતી. જયારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે પગેરૂ દબાવ્યું છે. પોલીસે નરેન્દ્ર પ્રજાપતિનો કોરોના ટેસ્ટ કરાવી અદાલતમાં રજુ કરતાં કોર્ટે તેનાં સાત દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!