જૂનાગઢ જિલ્લામાં કાળો કેર વર્તાવતો કોરોના,ગઈકાલે વધુ ૪૮ કેસ નોંધાયા, લોકો ચિંતિત

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુન અને જુલાઈ માસમાં કોરોના કેસનો રાફડો ફાટયો છે. ગઈકાલે પણ ચિંતાજનક હદે કેરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લા માટે જાહેરનામું બહાર પાડેલ છે અને કોર્પોરેશનનાં પંદરે પંદર વોર્ડમાં કોરોનાના કેસોને લઈ કન્ટેન્ટમેન્ટ એરીયા અને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. ૧ થી ૧પ વોર્ડમાં તમામ વિસ્તારોમાં કોરોના વાયરસના કુલ ૪૩ કેસો પોઝીટીવ આવ્યા છે અને અન્ય ગ્રામ્ય વિસ્તારના મળી ૪૮ કેસો નોંધાયા છે.જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે જિલ્લામાં ૪૮ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગઈકાલે જૂનાગઢ સિટીમાં એફએમ ટાવર પાસે ૪૫ વર્ષીય પુરૂષ, આંબેડકર નગર વિસ્તારમાં ૩૦ વર્ષીય મહિલા, સરગવાડા ખાતે ૪૫ વર્ષીય પુરૂષ, ખ્રામધોળ વિસ્તારમાં ૪૨ વર્ષીય મહિલા, સંજય નગર ૨૫ વર્ષીય મહિલા, લક્ષ્મીનગર ૧૯ વર્ષીય યુવતી, લક્ષ્મી નગર ૧૦ વર્ષીય કીશોર, નંદનવન સોસાયટી ૪૨ વર્ષીય પુરૂષ, જલારામ સોસાયટી ૭૨ વર્ષીય પુરૂષ, હરીઓમ નગર ૩૮ વર્ષીય પુરૂષ, અલંકાર ટોકીઝ વિસ્તારમાં ૫૬ વર્ષીય મહિલા, સાબરીન સોસાયટી ૩૯ વર્ષીય મહિલા, નહેરૂ પાર્કમાં ૭૩ વર્ષીય પુરૂષને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ ઉપરાંત વંથલી તાલુકાના ગ્રામ્યના ૭ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. વિસાવદર તાલુકાના ૨૧ રિપોર્ટ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જુનાગઢ શહેર અને જીલ્લાના મળી કુલ ૪૮ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાતા તંત્ર પણ હરકતમાં આવેલ છે. દીન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!