મેંદરડા તાલુકાનાં પાટરામા ગામની મહિલાએ સાસરીયા વિરૂધ્ધ નોંધાવી ફરીયાદ

કાલાવડ તાલુકાનાં ધુતાપુર (જયપુર) ખાતે રહેતાં અને હાલ પીયરનાં ઘરે મેંદરડા તાલુકાનાં પાટરામા ખાતે રહેતાં નીતાબેન વિજયભાઈ ચીખલીયાએ પોલીસમાં તેના સાસરીયાવાળા આ કામનાં આરોપીઓ વિજયભાઈ સવજીભાઈ ચીખલીયા, કેતનભાઈ સવજીભાઈ ચીખલીયા, પ્રભાબેન સવજીભાઈ ચીખલીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે કામનાં આરોપીઓએ ફરીયાદીબેનને કરીયાવર બાબતે મેણાટોણા મારી ગાળો કાઢી શારિરીક-માનસીક દુઃખત્રાસ આપી મુંઢમાર મારી ફરીયાદી તથા તેના દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!