જૂનાગઢની પરિણીતાએ દુઃખ ત્રાસની સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

જૂનાગઢનાં ઝાંઝરડા ખાતે ૬૬ કેવીની બાજુમાં રહેતાં મધુબેન સવજીભાઈ ચાવડાએ પોલીસમાં આ કામનાં આરોપી સવજીભાઈ ચાવડા (પતિ), વાલજીભાઈ ડાયાભાઈ ચાવડા (સસરા), શારદાબેન વાલજીભાઈ ચાવડા (સાસુ), મહેશભાઈ વાલજીભાઈ ચાવડા (જેઠ), હંસાબેન મહેશભાઈ ચાવડા (જેઠાણી) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બેનને તેના લગ્નજીવન દરમ્યાન તેના પતિ તથા તેના અન્ય સાસરીયાવાળાઓએ કરીયાવર બાબતે તથા શારિરીક-માનસીક દુઃખ ત્રાસ આપી મેણાંટોણા બોલી મારકુટ કરી હડધુત કરતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!