ગુરૂવારથી ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડસ, મેમાં ઈટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૭પ દિવસનાં વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા.૧૬ થી ૩૦મી જુલાઈ ઉપરાંત ૧૯ મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જાેવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. વાદળોનાં અવરોધો વચ્ચે પણ ઉલ્કાવર્ષા જાેવા મળશે. જાથાનાં રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે, ગુરૂવારથી બુધવાર સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષા પડતી જાેવા મળશે. તા.૧૬ થી ર૦ સુધી આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જાેવા મળશે. કલાકનાં ૧પ થી પ૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીનાં ફટાકડાની આતશબાજીનાં રોમાંચક દ્રશ્યો આકાશમાં જાેવા મળશે. આ નજરો ૧૯ મી ઓગસ્ટ સુધી ક્રમશઃ જાેવા મળશે. અવકાશી અજ્ઞાનતાનાં કારણે આકાશમાં અગ્નિનાં બિહામણા દ્રશ્યો જાેઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. વધુમાં પંડયા જણાવે છે કે ડેલ્ટા-એકવેરીડસ ઉલ્કાવર્ષાની મહત્તમ છ દિવસ ગુરૂવારથી બુધવાર સવાર સુધી આકાશમાં જાેવા મળશે. ત્યાર બાદ ૧૯મી ઓગસ્ટ સુધી ક્રમશઃ ઉલ્કાવર્ષા પડતી નજરે પડશે. જાથાનાં પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટાભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જાેવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જર જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાનાં આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંયબેરંગી ફટાકડાનાં દ્રશ્યો અવકાશમાં જાેવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાનાં દુરબીનની વ્યવસ્થા કરી નઝારો જુએ છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦..પ૦નું મેગ્નેફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!