જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાનો કાળો કેર : વધુ ૩ દર્દીઓના મૃત્યું

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસો સતત આવી રહ્યા છે જેને લઈને લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ રહી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહયા છે તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં કોરોનાએ વધુ ત્રણ લોકોનો ભોગ લીધો છે, સિવિલ હોસ્પિટલ કોવીડ સેન્ટર ખાતે કોરોના પોઝીટીવ ૩ દર્દીના સારવારમાં મૃત્યુ થયા છે જેમાં જુનાગઢ તાલુકાના બગડુ ગામના ૭૨ વર્ષીય પુરૂષનું સારવાર દરમ્યાન થયું છે. કુંભારવાડા જુનાગઢના ૭૫ વર્ષીય મહિલા અને સુભાષનગરના ૫૯ વર્ષીય પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ દર્દીના મોતનું કારણ મૃત્યું ઓડીટ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.
દરમ્યાન જૂનાગઢમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. જૂનાગઢ શહેરમાં વધુ ૧૧ કેસ અને ગ્રામ્યના ૧૪ કેસ મળીને જિલ્લામાં કુલ ૨૫ કેસ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. જૂનાગઢમાં ૧૧ કેસ નોંધાયા છે જેમાં ઝાંઝરડા રોડ ૨૩ વર્ષીય પુરૂષ, જીઆઈડીસી-૨ માં ૪૩ વર્ષીય મહિલા, દોલતપરા વિસ્તારમાં ૨૩ વર્ષીય મહિલા, રણછોડનગરમાં ૫૮ વર્ષીય પુરૂષ, ઝાંઝરડા રોડ ઉપર ૭૭ વર્ષીય પુરૂષ, હરિકૃષ્ણનગર ૨૮ વર્ષીય પુરૂષ, શંભુનગર ૭૨ વર્ષીય મહિલા, પાદરચોકમાં બાવન વર્ષીય પુરૂષ, વણઝારીચોક ૬૯ વર્ષીય મહિલા, ઝાંઝરડા રોડ ૪૨ વર્ષીય પુરૂષ, ઝાંઝરડા રોડ ૧૭ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્યના માણાવદર પીપલાણા ગામે ૧ કેસ કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયો છે. કેશોદમાં ૧ કેસ, વંથલીના વાડલામાં ૧ કોરોનાનો કેસ, વિસાવદર શહેર અને ગ્રામ્ય ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જયારે ભેંસાણ શહેર અને તાલુકામાં ૨ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે. જૂનાગઢ જીલ્લા અને શહેરના મળી કુલ ૨૫ કેસ કોરોનાના નોંધતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!