ગીર સોમનાથ જીલ્લાના હિરણ-૨ ડેમમાં ૧૧ દિવસમાં જ ૬૦ ટકા પાણીની આવક

0

ગીર જંગલમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલ અવિરત વરસાદના કારણે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનો સૌથી મોટો હિરણ -૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો હતો. હિરણ-૨ ડેમ ગીર જંગલ વિસ્તારની નજીક આવેલો હોવાથી ડેમમાં જંગલમાં વરસતુ વરસાદનું પાણી નદી-નાળાઓ મારફત કુદરતી રીતે ઠલવાય છે. જેથી છેલ્લા અઠવાડીયાથી ડેમમાં ઉપરવાસમાં અને જંગલમાં પડેલ ભારે વરસાદના પાણીની ભરપુર આવકના લીધે ગઈકાલે બપોરે એક દરવાજો ખોલવામાં આવતા પ્રતિ સેકન્ડ ૫૭૨.૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહયો છે. ડેમની કુલ ક્ષમતાનું ૬૦ ટકા પાણી તો છેલ્લા ૧૧ દિવસમાં જ ભારે વરસાદના લીધે આવી ગયુ હોવાથી હાલ ડેમ ૯૨ ટકા જેટલો ભરાઇ ગયો છે. જેથી ડેમની હેઠળ આવતા નીચાણવાળા વેરાવળ તાલુકાના ૧૧ અને તાલાલાના ૨ ગામોને એલર્ટ કરાયા હોવાનું ડેમ અધિકારી સિંઘલે જણાવેલ છે. આ ડેમમાંથી વેરાવળ- સોમનાથ શહેર, સુત્રાપાડા, ૪૩ ગ્રામ જુથ યોજના, ૨ ઔદ્યોગિક એકમો સહિત ૭ જેટલી સંસ્થાઓને પીવાનું પાણી અપાય છે. નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ચીફ ઓફીસર જતીન મહેતા નગરસેવકો-અધિકારીઓ સાથે ડેમ ઉપર જઇ નવા આવેલા નીરના વધામણા કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!