અયોધ્યા ખાતે નૂતન રામમંદિરના શિલાન્યાસની સાથે પ્રભાસ તીર્થમાં બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે મહાપૂજા સહિતના અનેકવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. અયોઘ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો સંકલ્પ ભાજપના માર્ગદર્શક નેતા લાલકૃષ્ણ અડવાણીએ ત્રીસ વર્ષ પૂર્વે સોમનાથની ભૂમિ ઉપર કરી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા યોજી હતી. આમ રામ મંદિરના નિર્માણ સાથે સોમનાથનું અનેરૂં મહત્વ રહયું છે. દરમ્યાન ગઈકાલે અયોઘ્યામાં ભવ્યણ રામ મંદિરના શિલાન્યાસના સમયે જ સોમનાથ મંદિર ખાતે સવારે ૧૧ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ, ૧૨ઃ૧૫ વાગ્યાના અભિજીત મુર્હુત સમયે સોમનાથ મહાદેવની મહાપૂજા કરવાની સાથે શ્રીરામ જય જય રામના મંત્ર જાપ પણ ગુંજયા હતા. સાંજે ૪ઃ૩૦ વાગ્યે સોમનાથ ખાતે આવેલ રામ મંદિરે સુંદરકાંઠના પાઠ તથા સાંજના સમગે દિવડાઓથી મંદિર સુશોભીત કરતા ઝળહળી ઉઠયુ હતું. આ સાથે સોમનાથ મંદિરમાં દિપમાળા સાથે રંગબેરંગી રોશની કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ટ્રસ્ટના સચીવ પી.કે. લહેરી ડીજીટલ માઘ્યમથી સહભાગી થયેલ હતાં. જયારે જીએમ વિજયસિંહ ચાવડા સહિતના હસ્તે પૂજા થઇ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews