જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી જેવા માહોલ વચ્ચે થયેલ ભવ્ય ઉજવણી

0

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્ય નિર્માણની શિલાન્યાસવિધીની ઐતિહાસીક ઘડીએ દિપોત્સવી જેવા માહોલ વચ્ચે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનાં જન્મ સ્થળ અયોધ્યા ખાતે મંદિર નિર્માણની શિલાન્યાસવિધી કરવામાં આવી હતી. આ ઘડીને દેશભરમાં ઉત્સાહપૂર્વક વધાવવામાં આવેલ હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. દરમ્યાન જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરનાં કોઠારી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા)એ આ ઉજવણી અંગે જણાવ્યું હતું કે ભારતવર્ષનાં ભકતજનોની આસ્થા જયાં રહેલી છે તેવા ભગવાન શ્રી રામચંદ્રજીનાં જન્મ સ્થળ અયોધ્યા ખાતે શિલાન્યાસવિધીની ઐતિહાસીક ઘડીનાં સાક્ષી બનવા અને આવકારવાનાં ભાગરૂપે જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલા હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડરાયજી, ત્રિકમરાયજી, સિધ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતીજી, ગણેશજી હનુમાનજી મહારાજ, ગણેશજી મહારાજ, ઘનશ્યામ મહારાજનાં દેવસ્થાન તેમજ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવેલ અને ૧૧૦૦ કરતાં પણ વધુ દિવા પ્રગટાવી દિવાળી જેવા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાધારમણ દેવ વહીવટી સમીતીનાં ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી, વાઈસ ચેરમેન રાજેશભાઈ માંગરોળીયા, સભ્યશ્રી પ્રેમસ્વરૂપ સ્વામી, ન્યાલકરણ ભગત, ભાનુ સ્વામિ, બાલમુકુંદ સ્વામિ, પૂ. પી.પી. સ્વામિ, ધર્મકિશોર સ્વામિ, સંતો, ટ્રસ્ટી ગણ અને હરીભકતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવને શાસ્ત્રી રમેશભાઈ વજેશંકર ત્રિવેદી દ્વારા અભિષેક સહીતનાં ધાર્મિક કાર્યક્રમની પૂજનવિધી કરાવતાં હોય છે તેમજ મહિલા મંડળનાં પ્રમુખ ભાવિશાબેન પોંકીયા દ્વારા ધર્મોત્સવ દરમ્યાન રંગોળી કરવામાં આવતી હોય છે. દરમ્યાન ગઈકાલે ભારે ઉત્સાહમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાન સંતોની ટીમ પી.પી. સ્વામી તથા શા.સ્વા. ચંદ્રપ્રસાદદાસ (દ્વારકાવાળા)નાં માર્ગદર્શન હેઠળ શા.સ્વા. ધર્મકિશોરદાસજી, શા.સ્વા. કુંજનવિહારીદાસજી, શા.સ્વા. સરજુદાસજી દ્વારકા, સ્વા. અમૃતસાગરદાસજી ચોકલી, હરિશચંદ્રદાસજી વિગેરે સંતો તેમજ યુવાન હરિભકતો હરેશભાઈ પટોળીયા, આત્મીય ગૃપ, પ્રફુલભાઈ કાપડીયા, જય, સન્ની તેમજ બહેનો દ્વારા રંગોળી બનાવી મંદિરનાં ચોકમાં ડોમ અયોધ્યાનું દિપ દ્વારા ભવ્ય હર્ષોઉલ્લાસ સાથે ભગવાનશ્રી રામચંદ્રજીનાં મંદિરનાં ભૂમિપૂજન અને શિલાપૂજન અંતર્ગત દિવાળી જેવા માહોલ સાથે ભવ્ય કાર્યક્રમ જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!