ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આજ તા. ૬ ઓગસ્ટના રોજ અમૃત પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મીશન હેઠળના વિવિધ કામોનું ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત સરકારનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સરકારશ્રી દ્વારા ફાળવેલ અમૃત પ્રોજેક્ટ તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના રૂા.૨૪.૧૩ કરોડના કામોનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલ હતું. આ ખાતમુહૂર્ત સવારે ૧૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ હતું. જૂનાગઢ મહાનગરપાલિકાનાં આજ તા. ૬-૮-૨૦૨૦ના રોજ ૨૪.૧૩ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે બાયો મિથેનેશન પ્લાન્ટનું કામ
રૂા. ૪.૬૯ કરોડ ઉપરાંત મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા અમૃત સ્કીમ અંતર્ગતના વોટર પ્રોજેક્ટસના વિવિધ ઝોન ૪,૫,૯,અને ૧૦ ના જુદાં-જુદાં વિસ્તારોમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉંચી ટાંકી, ભુગર્ભ ટાંકી (સંપ) પમ્પીંગ સ્ટેશન, મશીનરી કમ્પાઉન્ડ વોલ માટે રૂા.૧૧.૪૬ કરોડ તેમજ લેગેસી વેસ્ટ જૂના ઘન કચરા નિકાલ માટે રૂા. ૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews