જૂનાગઢમાં ધોધમાર વરસાદ

જૂનાગઢ સહિત રાજયનાં ૧૮૪ તાલુકાઓમાં મેઘરાજાનો મુકામ રહ્યો છે અને અનેક તાલુકામાં વરસાદ પડ્યાનાં અહેવાલ છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં આજે સવારથી જ વાતાવરણ મેઘાવી બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનો દૌર ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ ખાતે ૬ થી ૮ દરમ્યાન ૧૪ મીમી જેવો વરસાદ પડી ગયો છે જ્યારે જૂનાગઢ શહેરમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને શહેરનાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યાં છે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!