વંથલી શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ, એક સાથે ૯ દુકાનના તાળા તુટ્યાં

0

વંથલીના હાર્દસમા વિસ્તાર એવા બસ સ્ટેન્ડ ચોક સ્થિત મેમણ પ્લાઝા કોમ્પ્લેક્સ કે જ્યા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું કાર્યાલય આવેલ છે તે જ કોમ્પ્લેક્સમા આઠથી નવ વેપારીઓના તાળા તુટતા અને અંદાજે રૂા. ૭૦-૮૦ હજારની ચોરી થતા ચકચાર મચી જવા પામેલ છે. ખાટલે મોટી ખોટ એ છે કે વંથલી ના હાર્દ સમા બસ સ્ટેન્ડ ચોકમા લોક ભાગીદારીથી ખરીદાયેલા સીસીટીવી કેમેરા છેલ્લા એકાદ વર્ષથી બંધ છે જેનું મેન્ટેનન્સ કરવાની પણ તંત્રને ફુરસદ નથી, તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવા જવાની નીતિ પોલીસ તંત્ર ને ભારે પડી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી
અત્રે ઉલ્લેખનીય છે કે વંથલીના હાર્દ સમા બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પોલીસનો કાયમી બંદોબસ્ત હોય છે ત્યારે ગત રાત્રીના પોલીસ ક્યાં હતી તે પ્રશ્ન વેપારીઓને મૂંઝવી રહ્યો છે કારણકે પોલીસના ભરોસે જ વેપારીઓ બિન્દાસ હોય છે. પરંતુ વેપારીઓનો વિશ્વાસ પોલીસ તંત્રે ગુમાવ્યો હોય તેવો માહોલ ઉભો થયો છે, કાયદો અને વ્યવસ્થા આ વૈશ્વિક મહામારી કોરોના કાળમાંં કથળે તે પહેલા પોલીસ સતર્ક થઈ જેમ કોરોના કાળમાં ચોકે-ચોકે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો એ રીતે ફરી પોલીસ તૈનાત કરે તેવી વેપારીઆલમમાં થી માંગ ઉઠી છે. હાલ તો પોલીસને જુગાર પકડવામાં અને માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ વસુલવામાં જ રસ હોય તેવો ઘાટ ઘડાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!