જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાના વધુ રપ કેસ નોંધાયા, બેનાં મોત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલ છે અને કોરોનાના કેસનો આંકડો એક હજારને પાર કરી ગયો છે. ગઈકાલે કોરોનાને કારણે જૂનાગઢ શહેરના બે દર્દીઓના મૃત્યું નિપજયાં હતાં. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ રપ કેસ નોંધાવા સાથે કોરોનાના કુલ ૧૦૧૪ કેસ નોંધાયા છે. એકટીવ કેસની સંખ્યા ૧પ૮ છે અને ગઈકાલે ૬પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના રપ કેસ પૈકી ર૦ કેસ જૂનાગઢ સીટીના છે. જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, ભેંસાણ, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે માળીયાહાટીના ૧, માણાવદર ૧ અને માંગરોળમાં કોરોનાના ૩ કેસ નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!