ભેંસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં રાણપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૯ શખ્સોને કુલ રૂા.૭૩ર૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચણાકા
ભેંસાણ પોલીસ સ્ટેશનનાં વુમન પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન અરવિંદભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણનાં ચણાકા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતી ૧૯ મહિલાને કુલ રૂા.૩પ૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણેકવાડા
કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માણેકવાડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૮ શખ્સોને કુલ રૂા.૧૪૧૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ગડુ
ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.કોડીયાતર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગડુ ગામે પાણીના ટાંકાની બાજુમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews