અરણીયાળા ખાતે જમીનનો દસ્તાવેજ કરી આપવાની મુદ્દત પુરી થાય તે પહેલા બીજાને વેંચી નાંખતા ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં કાથરોટા ખાતે રહેતાં પ્રકાશભાઈ વ્રજલાલભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી હરેશભાઈ ગોવિંદભાઈ, પરસોતમભાઈ ગોવિંદભાઈ, ભાવનાબેન ગોવિંદભાઈ, કેશરબેન ગોવિંદભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ મળી અને ફરીયાદીની માલીકીની મેંદરડા તાલુકાનાં અરણીયાળા ગામે આવેલ જમીન ફરીયાદી પાસેથી રૂા.૪૦ લાખમાં વેંચાણે લઈ તેનું કબ્જા વગરનું સટ્ટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ કરી આપવાની મુદ્દત પુરી થાય તે પહેલા જમીન બીજાને વેંચી નાંખી તમામે એકસંપ કરી વિશ્વાસઘાત કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!