કોવિડ મહામારી દરમ્યાન લોકડાઉન સમયે સુરતથી આવેલા કેટલાક લોકોને ગૌશાળાની એમ્બ્યુલન્સમાં જેતપુરથી ભેંસાણ લાવતાં ચેકપોસ્ટ ઉપર ભેંસાણના સરપંચ ભુપત ભાયાણી પકડાઈ જતાં તેની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ તેને ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન રહેવા સુચના આપી હતી. છતાં પણ ભુપત ભાયાણી પોતાના ઘરેથી મામલતદાર કચેરીએ જઈ અને મામલતદારને ચેક અર્પણ કરવા ગયા હતા જેનો મામલતદારે રિપોર્ટ કર્યો હતો. જાણવા છતાં પણ કાયદાનો ભંગ કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીએ ભેંસાણના સરપંચ ભુપત ભાયાણીને સસ્પેન્ડ કર્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews