જૂનાગઢનાં વિકાસ માટે નાણાંની ફાળવણી કરતાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતાં શૈલેષભાઈ દવે

0

ગુજરાતનાં વિકાસશીલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જૂનાગઢનાં વિકાસ માટે છેલ્લાં એક માસમાં રૂા.૧૦૦ કરોડનાં ખાતમુર્હુત કરવામાં આવ્યાં છે તેમનાં પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં પૂર્વ શાસકપક્ષનાં નેતા અને ગિરનાર સતા વિકાસ મંડળનાં ડાયરેકટર શ્રી શૈલેષ દવેએ અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત સતત વિકાસ કરતું રહે તે માટે સતત ચિંતા કરતાં મુખ્યમંત્રીશ્રી દ્વારા સીધા માર્ગદર્શન અને તેમનાં મોનીટરીંગ હેઠળ જૂનાગઢ શહેરનાં વિકાસને આગળ વધારવા માટે રૂા.ર૭.પ૦ કરોડનાં કામોનું ખાતમુર્હુત ગઈકાલે કરવામાં આવેલ છે. અમૃત સ્કીમ વોટર સપ્લાય દ્વારા લોકોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂા.૧૧.૪૬ કરોડ જેવી રકમમાંથી ઉંચી ટાંકી પમ્પીંગ સ્ટેશન વગેરે કામો તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂા.૪.પ૦ કરોડનાં ખર્ચે બાયોમીશન પ્લાન્ટ દ્વારા સીએનજી ગેસ ઉત્પાદન કરી અને કોર્પોરેશનને વધારાની આવક મળશે તેમજ ઈવનગર સાઈટ ઉપર પડેલ રૂા.૩ થી ૪ લાખ ટન કચરાનાં નિકાસ માટે મિથેસીન કચરામાંથી સીએનજી ગેસ ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ પ્રોજેકટ માટે રૂા.૮ કરોડ ફાળવવામાં આવેલ છે. અગાઉ પણ ઉપરકોટ તેમજ મકબરાનાં વિકાસ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ તકે શૈલેષભાઈ દવેએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!