જૂનાગઢનાં આઝાદ ચોકમાં અને જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન બનાવવા માંગણી

0

જૂનાગઢનાં જાગૃત નાગરીક હરેશ સી.બાંટવીયાએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને જૂનાગઢ શહેરનાં આઝાદ ચોક અને જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગણી કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે હાલમાં કોરોના કેસનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તેવા સંજાેગોમાં તકેદારીનાં પગલાની માંગણી કરી છે. તેમજ જૂનાગઢ શહેરનાં આઝાદ ચોકમાં સીટી બસ સેવા હાલ બંધ છે તે જગ્યા ઉપર ફાયર સ્ટેશન અને એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા જણાવેલ છે. તેમજ ટ્રાફીકની દૃષ્ટિએ પણ આ જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટીકનાં કારખાનાં મોટા પ્રમાણમાં હોય ત્યાં સતત અવરજવર હોય તેથી તાત્કાલિક સેવા મળી રહે તે માટે ફાયર સ્ટેશન બનાવવું જરૂરી છે. દિવાળીનાં તહેવારો પણ નજીકનાં સમયમાં આવી રહેલ છે અને હાલ જે જગ્યાએ ફાયર સ્ટેશન છે ત્યાંથી ટ્રાફિકનાં કારણે કોઈપણ અકસ્માતનાં સંજાેગોમાં સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી શકતી નથી અને જેને કારણે આગનું મોટા પ્રમાણમાં સ્વરૂપ ધારણ કરી લે છે આ તમામ બાબતો ઉપર ધ્યાન દઈ અને તાત્કાલિક અસરથી આઝાદ ચોક તેમજ જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સ્ટેશન અને એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની માંગણી અને આ અંગે કાર્યવાહી કરવા પણ આ પત્રમાં હરેશભાઈ બાંટવીયાએ રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!