બિલિયોનર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. ફયુચર બ્રાન્ડ ઈન્ડકસ ર૦ર૦ ઉપર પ્રથમ ક્રમે અમેરિકાની એપલ કંપની છે અને રિલાયન્સ બીજા ક્રમે છે. ફયુચર બ્રાન્ડે કહયું છે કે, ભારતની સૌથી વધુ નફો કરતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખુબ જ સન્માનિત કંપની છે અને સતત ગ્રોથ કરી રહી છે. સતત ઈનોવેટીવ પ્રોડકટ રજુ કરી રહેલ છે અને ખુબ જ સારી કસ્ટમર સર્વીસ પણ પુરી પાડી રહી છે. ખાસ કરીને લોકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મજબુત અને ભાવનાત્મક કનેકશન ધરાવે છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ કંપનીને ભારતીયો માટે વનસ્ટોપ શોપ તરીકે રિસ્ટ્રકચર કરી તેનો શ્રેય તેને ફાળે જાય છે. કંપનીમાં જબરદસ્ત પરિવર્તન કરી અને ડીજીટલ જાયન્ટ કંપની બનાવી દીધી છે. આજે રિલાયન્સ એનર્જી, પેટ્રોકેમીકલ્સ, ટેકસટાઈલ, નેરચલ રિસોર્સીસ, રિટેલ અને ટેલીકોમ જેવા અનેક સેકટરમાં મજબુત બિઝનેસ કરતી થઈ છે અને ફેસબુક જેવી વર્લ્ડ કલાસ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદી રહી છે ત્યારે રિલાયન્સ આગામી ઈન્ડેકસમાં ટોચનું સ્થાન મેળવશે તેવું જણાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews