ટીવી કલાકાર સમીર શર્માએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ફિલ્મ અને ટીવી જગત માટે ર૦ર૦નું વર્ષ જાણે ખુબ જ ખરાબ સાબિત થયું હોય તેમ એક પછી એક દિગ્ગજ સિતારાઓના મૃત્યું થઈ રહ્યા છે તો કેટલાક અભિનેતાઓ આત્મહત્યા કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપુતનો કેસ હજુ અસમંજસમાં પડેલ છે ત્યાં જ વધુ એક અભિનેતાએ આત્મહત્યા કર્યાના સમાચાર મળ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે ટીવી અને ફિલ્મ જગતના સિતારાઓનો આત્મહત્યા કરવાનો સીલસીલો યથાવત છે. ટીવી કલાકાર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. કયોં કી સાસ ભી કભી બહુથી સીરીયલમાં કામ કરી ચુકેલ ૪૪ વર્ષીય સમીર શર્માએ બુધવારે રાતે મલાડમાં આવેલા નેહા સીએચએસ બિલ્ડીંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટમાં ભાડે ઘર લીધું હતું. રાત્રીના સમયે ચોકીદારે સમીર શર્માના મૃતદેહને લટકતો જાેયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!