ગોસા ઘેડ ગામેથી હિંસક દિપડો પાંજરે પુરાતાં લોકોમાં રાહતની લાગણી

0

પોરબંદર તાલુકાનાં ગોસા (ઘેડ) ગામેથી ગત મોડી રાત્રે બાલુભાઈ નાગાભાઈની વાડીમાં મારણ સાથે ગોઠવેલ પાંજમાં દિપડો પુરાઈ જતાં ગોસા (ઘેડ) સહીતનાં ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગોસા ગામે છેલ્લા ત્રણ દિવસથી સીમ વિસ્તારમાં દેખા દેતા દિપડાએ માનવ વસ્તી ધરાવતા ગામમાં આંટાફેરા ખાતા અને ગોસા ગામ નજીક આવેલ ખાણોમાં ધામા નાંખતા ખાણામાંથી અવાર નવાર બહાર નીકળી જાહેરમાં દેખા દેતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ હિંસક દિપડાને ફોરેસ્ટર વિભાગનાં ડોકટર દ્વારા તપાસ કરીને માઈક્રો ચીપ્સ કરીને બરડા વન અભિયારણ્યમાં છોડી મુકવામાં આવશે તેમ ફોરેસ્ટ વિભાગનાં સ્ટાફે જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!