માંગરોળનાં બગસરા ઘેડ ગામેથી ૧૯ જુગારીઓ રૂા. ૧પ.૯૯ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચનાથી રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર સેલનાં પીએસઆઈ પી.જે. રામાણી, પીએસઆઈ એસ.જી. ચાવડા, ભુપતસિંહ ડોલરભાઈ, ગીરૂભા, રોહિતસીંહ, ગોવિંદસિંહ, ભરતભાઈ, લાભુબેન, સાગરભાઈ, પદુભા વગેરે સ્ટાફે જૂનાગઢ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન માંગરોળ તાલુકાનાં બગસરા ઘેડ ગામે જુગાર અંગે રેડ પાડતાં પ્રતાપભાઈ ટીંબા, દેવાભાઈ ખુંટી, ગુલાબભાઈ સીહોરા, શૈલેષભાઈ મકવાણા, વનરાજભાઈ ઓડેદરા, અરજણભાઈ બાપોદરા, પંકજભાઈ બાલોચ, સરમણભાઈ ઓડેદરા, કમલેશ ખેર, માલદેભાઈ કડછા, કેશુભાઈ ઓડેદરા, જખરાભાઈ ખુંટી, વિજયભાઈ ઓડેદરા, વિક્રમભાઈ મેરામણભાઈ પરમાર, કારાભાઈ પરમાર, વિક્રમભાઈ નગાભાઈ પરમાર, સરમણભાઈ બાપોદરા, શિલ્પાબેન ઓડેદરા, ભાવેશભાઈ ટીંબાને રોકડ રકમ રૂા. પ,૧૬,૬૪૦, મોબાઈલ-૧૮, વાહન-૩ મળી કુલ રૂા. ૧પ,૯૯,૬૪૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!