ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ખૂબ જ પાણીની આવક થાય છે જેથી ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જેમાં પંચાળા, બાલાગામ, ઓસા ફુલરામા, ભાથરોટ, હંટરપુર, લાંગડ, સરમા, સામરડા, બગસરા, સુત્રેજ, સાંઢા, ઈન્દ્રાણા, પાદરડી, મેખડી, ખીરસરા, સરસાલી, થલી, પાતા, મંડેર સહીતના પોરબંદર તથા જૂનાગઢ જીલ્લાનાં ઘેડ પંથકના ગામડાઓમાં પાણી ફરી ફરી વળે છે. જેના પરિણામે ઘેડ પંથકનો મોટો ભાગ બેટમાં ફેરવાઈ જાય છે અને ખેડૂતોના ખેતરોનો અમૂલ્ય સેંકડો ટન કાપ સમુદ્રમાં વહી જાય છે. જેથી ઘેડ પંથકના પસાર થતી નદિઓ કુદરતી ક્ષેત્રફળ મુજબ કરી પાણીનો નિકાલ કરવા અને નિરાકરણ માટે સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામના માર્ગદર્શન હેઠળ જન અધિકાર મંચ કેશોદ પ્રમુખ રાજુભાઈ મોકરિયા, ઉપપ્રમુખ રમેશ કાંબલીયા, જૂનાગઢ જીલ્લા ઉપપ્રમુખ જયેશ સોલંકી, કર્મચારી સમીતી સૌરાષ્ટ્ર ઝોન સહ કન્વીનર રમેશભાઈ નંદાણીયા, સોશ્યલ મીડિયા કન્વીનર ગોવિંદ કેશવાળા સહીતના જન અધિકાર મંચના હોદ્દેદારોએ કેશોદ ડે. કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews