કેશોદમાં મેઘમહેર એક રાતમાં ૭૯ મીમી વરસાદ મૌસમનો કુલ ૮૬૯ મીમી વરસાદ નોંધાયો

કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકાભરમાં પાણી પાણી થઈ જ જોવા મળી રહ્યું છે. ગઈકાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૭૯ મીમી વરસાદ થયો છેે. હાલના વર્ષે મૌસમનો કુલ ૮૬૯ મીમી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે જાણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે. નદી-નાળા, ચેકડેમો, કુવાઓ છલકાયા છે હાલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!