ભેંસાણ નજીક તણાય જતા યુવાનને પોલીસ અને સંબંધીત તંત્રે રેસ્કયું હાથ ધરી બચાવી લેવાયો

0

જૂનાગઢ રેન્જના ડીઆઇજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા નવા આવેલા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રજા કલ્યાણના કાર્યો કરી, પ્રજા સાથે સહિષ્ણુતા ભર્યું વર્તન કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે. દરમ્યાન ગઇકાલે ભેસાણ વિસ્તારમાં પડેલ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ અને નદી નાલાઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ વખતે વિસાવદર તાલુકાના પીરવડ ગામના વતની અને ભેસાણ ખાતેથી હીરા ઘસવાનું કામ પતાવી, પોતાના ગામ જતા બાબુભાઈ ગોકળભાઇ હીરપરા (ઉવ.૪૫) પોતાના મોટર સાયકલ ઉપર પોતાના ગામ જતા હતા. રસ્તામાં ચણાકાથી ગુજરીયા વચ્ચે રસ્તામાં ખોડિયાર હોકરાના કોઝ વે ઉપરથી મોટર સાયકલ લઇ પસાર થતા હતા ત્યારે હોકરામાં અચાનક પાણી આવતા, મોટર સાયકલ સહિત બાબુભાઈ હરિપરા તણાયેલ હતા. મોટર સાયકલ તણાઈ ગયેલ અને પોતે કોઝ વેના પુલ પાસે લોખંડના થાંભાલા પાસે આવતા, પાણી વચ્ચે વોકરામા થાંભલો પકડી રાખી, ઉભા રહી ગયેલા અને પાણી અને પુર વચ્ચે ઘેરાઈ ગયેલ હતા. સતત વરસાદ ચાલું હતો અને પાણી વધતું જતું હતું. આમ, ભેસાણથી પોતાના ગામ જતા હીરા ઘસુ બાબુભાઈ હીરપરા પૂરના પાણીમાં ફસાઈ ગયેલા હતા. આ બાબતની જાણ મામલતદારને થતા તેઓએ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કરેલ અને આથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇં. આર.એ.જાડેજા તથા સ્ટાફના હે.કો. દિલુભા ગઢવી પો.કો. રમેશભાઈ, બળવંતસિંહ, કલ્પેશભાઈ સહિતની ટીમ તેમજ ભેસાણ મામલતદાર બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ સાથે તાત્કાલિક ચણાકા ગુજરિયા રોડ ઉપર કોઝ વે ઉપર પહોંચી, ચણાકા ગામના લોકોના સહકારથી દોરડાં મંગાવી કાર્યવાહી હાથ ધરેલ હતી. નજીકમાં ટોરેન્ટ ગેસ કંપનીની લાઈનનું કામ ચાલતું હોય, ક્રેન પણ મંગાવવામાં આવેલ હતી. ભેસાણ મામલતદાર તથા ભેસાણ પોલીસ દ્વારા ચણાકા ગામના લોકો વિજયભાઈ પીઠડિયા, જશાભાઈ ભરવાડ, મનસુખભાઇ ડોબરિયા, રાજુભાઇ ભરવાડ, ભરતભાઇ જોટગિયાના સહકારથી દોરડાં તથા ક્રેઇન ચાલક રાહુલભાઈ સદીયાની મદદથી પાણી વચ્ચે થાંભલા ઉપર ફસાયેલા બાબુભાઈ હીરપરાને બહાર કાઢવામાં આવેલ હતા. પૂરના પાણીમાં ફસાયેલા બાબુભાઈ હીરપરા મોતના મુખમાંથી પાછા આવતા, ભેસાણ પોલીસ, મામલતદાર તથા હાજર ગામલોકોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. બાબુભાઈને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવેલ હતી. આમ, કાયદો વ્યવસ્થાના પાઠ ભણાવતા જૂનાગઢ પોલીસ તથા મામલતદાર સહિતના વહીવટી સ્ટાફ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા હીરાઘસુ યુવાનને મદદરૂપ થઈને રેસ્ક્યું કરવાની કામગીરી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા વરસાદના પૂરના પાણીમાં તણાયેલ અને ફસાયેલ યુવાનને બહાર કાઢી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરેલ છે.
ભેંસાણ વહિવટી તંત્રે અગાઉ પણ પ્રશંસનિય ફરજ બજાવી હતી
દસેક વર્ષ પહેલા પણ ગળથ ગામની દિકરી ભારે વરસાદમાં પૂરમાં તણાઈ ગઈ હતી, ત્યારે તેમનો મૃતદેહ કલાકો સુધી શોધવા છતા મળતો ન હતો, બાદમાં ભેસાણનાં નાયબ મામલતદાર કનકસિંહ પરમારે ખૂદ નદીમાં પડીને મૃતદેહ શોધી કાઢયો હતો. ત્યારબાદ છોડવડી રોડ ઉપર પણ ત્રણ મૃતદેહોને ડેમમાંથી કાઢવા માટે નાયબ મામલતદાર કનકસિંહ પરમાર ડેમમાં પડીને મૃતદેહ બહાર કાઢયા હતા. આમ ચોમાસા દરમ્યાન ભેસાણ તાલુકાનું સ્થાનિક તંત્રની કામગીરી નમૂનેદાર રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!