અમદાવાદની હોસ્પીટલમાં આગની સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ગુજરાત રાજયની હોસ્પીટલોમાં ફાયર સેફટીમાં રહેલી ક્ષતિની ચકાસણી અંગે આપેલ આદેશના પગલે જૂનાગઢની હોસ્પીટલોમાં પણ ચકાસણી કરાતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જૂનાગઢના ફાયર ઓફિસર શ્રી મિસ્ત્રીના જણાવ્યા મુજબ જુનાગઢ મહાનગરપાલિકા કમિશ્નરની સુચનાથી જૂનાગઢ શહેરમાં આવેલી કોવિડ હોસ્પીટલોમાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ૩ કોવિડ હોસ્પીટલ છે જેમાં સિવીલ હોસ્પીટલ, કલ્પ હોસ્પીટલ અને તુલજાભવાની હોસ્પીટલ છે. આ ત્રણે હોસ્પીટલોમાં ગઈકાલે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં તુલજાભવાની હોસ્પીટલ પાસે ફાયરનાં સાધનો છે પરંતુ ફાયર એન.ઓ.સી. જ ન હોય તેને તાત્કાલીક એન.ઓ.સી. લેવા સુચના આપવામાં આવી છે. હાલ ઉપલબ્ધ ફાયર સાધનોમાં એક વાલ્વ જામ થયાનું જણાયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લાની સરકારી હોસ્પીટલોમાં ફાયર, સેફટી અંગે જૂનાગઢ જિલ્લા કલેકટરે આપેલી સુચના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તુલજાભવાની હોસ્પીટલ પાસે ફાયર એન.ઓ.સી. ન હોવા છતાં પણ કોવિડ હોસ્પીટલ જાહેર કરવા સામે તુષાર સોજીત્રા નામના જાગૃત નાગરિકે ગુજરાત ચીફ સેક્રેટરીને ઈ-મેઈલથી ફરીયાદ કરી છે અને ફાયર સેફટીનાં નિયમોનો ભંગ કરવા બદલ હોસ્પીટલને સીલ કરવા સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews