જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે મેઘરાજાએ બરાબર તહેવાર ટાંકણે એટલે કે સાતમ-આઠમનાં તહેવારો નજીક આવી રહ્યાં છે અને શ્રાવણ માસનાં આ પવિત્ર તહેવારમાં ભોળાનાથ શિવજીને મેઘરાજાનો અભિષેક હોય તે રીતે સતત મેઘવર્ષા થઈ રહી છે. ગઈકાલે બપોરબાદ દે..ધના..ધન.. વરસાદ તુટી પડતાં જૂનાગઢ શહેરમાં પ ઈંચ ઉપરાંત વરસાદ પડી ગયો છે. આ વરસાદને પગલે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જૂનાગઢ જીલ્લાનાં દરેક તાલુકામાં ૧ થી ૩ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. સોરઠ પંથકમાં જાણે અન્ય શહેરોની માફક મેઘરાજા ઓળઘોળ બન્યાં હોય તેમ ગઈકાલે બપોર બાદ શાંત રીતે મેઘરાજાનું આગમન થયું હતું અને રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી એકધારી મેઘવર્ષા થઈ હતી. આ વરસાદને કારણે જૂનાગઢ શહેરનાં માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. જ્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં આવેલા વિવિધ ડેમોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. જૂનાગઢ શહેરમાં સાંજના ૭ વાગ્યે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ થયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢમાં પડેલા વરસાદનાં પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. જૂનાગઢમાં રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી વરસાદ રહ્યો હતો. ૪ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેનાં કારણે જાેષીપરા અંડરબ્રિજ પાણીમાં ગરક થયો હતો. આ ઉપરાંત દોલતપરા, સાબલપુર, મોતીબાગ, રેલ્વે સ્ટેશન સહિતનાં વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગિરનાર પર્વત ઉપર ૬ ઈંચથી વધુ વરસાદ થયો હતો અને સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. દામોદરકુંડનાં કાંઠે આવેલા પીપળાના ઓટા સુધી પાણી આવી ગયું હતું અને કાળવો પણ બે કાંઠે વહ્યો હતો. રાત્રીનાં ઝરમર ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. ગઈકાલે સવારનાં
૬ વાગ્યાથી સાંજનાં ૬ સુધીમાં નોંધાયેલા વરસાદમાં કેશોદ ર૬ મીમી, જૂનાગઢ સીટી ૧૪૧ મીમી, જૂનાગઢ ગ્રામ્ય ૧૪૧ મીમી, ભેંસાણ ૮૦ મીમી, મેંદરડા ૪૩ મીમી, માંગરોળ ૪૧ મીમી, માણાવદર ૪૦ મીમી, માળીયા ૧ર મીમી, વંથલી ૪૮ મીમી, વિસાવદર ૯૮ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન કેશોદમાં ૭ર મીમી, જૂનાગઢમાં ૩ મીમી, ગ્રામ્યમાં ૩ મીમી, મેંદરડા ૧ર મીમી, માંગરોળ ૧ર મીમી, વંથલી ૧૬ મીમી જેવો વરસાદ નોંધાયો છે અને આ લખાઈ છે ત્યારે હજુ પણ વરસાદ ચાલુ રહ્યો છે અને સર્વત્ર મેઘાવી માહોલ જાેવા મળી રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews