જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૪૪ કેસ નોંધાયા, ૩ ના મૃત્યું

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રોજબરોજ કોરોનાના પોઝીટીવ કેસમાં વધારો થવા સાથે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મૃત્યું પણ થઈ રહેલ છે. ત્યારે લોકોએ સેનીટાઈઝેશન અંગે વધુને વધુ કાળજી લેવાની આવશ્યકતા છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૪ કેસ પોઝીટીવ નોંધાયેલ છે તેમાંથી ૩ દર્દીઓના મૃત્યું થયાં છે જેને કોવિડ સાથે અન્ય બિમારી પણ હોય દર્દીના મૃત્યુંનાં કારણનો આખરી રિપોર્ટ કમિટી નક્કી કરશે. ગઈકાલે કોરોનાના નોંધાયેલા ૪૪ કેસ પૈકી જૂનાગઢ શહેરમાં ર૬, જૂનાગઢ ગ્રામ્ય ૪, વિસાવદર ૪, વંથલી ૩, કેશોદ અને માળીયાહાટીનામાં ર-ર કેસ તથા મેંદરડા, ભેંસાણ અને માંગરોળમાં ૧-૧ કેસ નોંધાયો છે. ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ એકટીવ કેસની સંખ્યા ૧૮૩ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!