જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં દિવસોમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી હોય તેમ લાગે છે. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જુગાર અંગે દરોડો પાડી સંખ્યાબંધ લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં જુગાર રમતા ઝડપાય રહી છે ત્યારે ભેસાણ ખાતે અક્ષરધામ સોસાયટીમાં ભેસાણ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કાજલબેન રાજેશભાઈ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ૧૩ મહિલાઓને રૂા.ર૩૬૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. ડી.જે. ગોહેલ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા પાંચ વ્યકિતઓને રૂા. ૩ર૦૦ની રોકડ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક જુગાર દરોડામાં કેશોદમાં જ આલાપ કોલોની ખાતે ભાવેશભાઈ ગોવિંદભાઈ બરેજાનાં પોતાના કબ્જા ભોગવટાનાં મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીનાં આધારે પોલીસે રેડ કરતા રૂા. ર૪૧૦૦ની રોકડ, મોબાઈલ ફોન ૭, પાંચ મોટર સાયકલ વગેરે મળી
રૂા. ૧,૬૪,૬૦૦નાં મુદામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદનાં પોલીસ હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે કરેણી ગામે જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને રૂા. ૧૧૪ર૦ની રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે જયારે અન્ય એક દરોડામાં કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ કનકભાઈ હાજાભાઈ અને સ્ટાફે સરદારનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા પાંચ વ્યકિતઓની ૧૧,૩૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા પાંચ વ્યકિતઓને રૂા. ૧૦,૪પ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે માંગરોળ ખાતે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ વ્યકિતઓને રૂા. ૪૦૩૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભેસાણ તાલુકાનાં ખંભાળીયા ગામે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે અશ્વીન વજુભાઈ ભુવાની વાડીની ઓરડીમાં જુગાર અંગે દરોડો પાડતા વાડી માલીક અશ્વીન વજુભાઈ નાસી ગયેલ જયારે જુગાર રમતા ૮ વ્યકિતઓને રૂા. ૪૬,૩૧૦ની રોકડ મોબાઈલ ફોન, ત્રણ મોટર સાયકલ વગેરે મળી કુલ રૂા. ૧,પ૧,૮૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews