વેરાવળ બંદર ઉપર ગઈકાલે સાંજના સમયે ફીશીંગ બોટમાં કામ કરી રહેલ ૨૦ વર્ષીય યુવાન અકસ્માતે પડી જતા દરીયામાં ગરકાવ બની ગયો હતો. જેની શોધખોળ એન.ડી.આર.એફ.ની ટીમે હાથ ધરી છતાં મોડી સાંજ સુધી યુવાનનો પતો લાગ્યો ન હતો. વેરાવળ બંદરમાં ભીડીયાની ખાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં દરીયા કિનારે લાંગરેલ ફીશીંગ બોટમાં કામકાજ કરી રહેલ સાગર બારીયા (ઉ.વ.૨૦ રહે.ભીડીયાનો) યુવાન અકસ્માતે બોટમાંથી પડી જતા દરીયામાં ગરકાવ થઇ ગયો હતો. આ સમયે ત્યાંથી આજુબાજુમાં હાજર અન્ય માછીમાર ભાઇઓએ આગવાનો અને તંત્રને જાણ કરી હતી. જેના પગલે ભીડીયા, વેરાવળ ખારવા-કોળી સમાજના અને બોટ એસોસીએશનનાં આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ દોડી આવી દરીયામાં ગરકાવ થઇ ગયેલ યુવાનનો શોધવા શોધખોળ હાથ ધરી હતી. જો કે, ત્રણેક કલાકની જહેમત બાદ પણ યુવાનનો પતો લાગ્યો ન હોવાથી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews