આગામી જન્માષ્ટમીના પવિત્ર દિવસો આવી રહ્યા છે. ત્યારે ખંભાળિયા શહેરમાં રઘુવંશી જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારોને વધુ એક વખત સહાયભૂત થવાના આશય સાથે લંડન સ્થિત દાતા પરિવાર દ્વારા વધુ એક સેવા પ્રવૃતિ કરવામાં આવનાર છે. જેમાં આવતીકાલે રવિવાર તા.૯નાં રોજ સવારે સાડા નવથી એક વાગ્યા સુધી અત્રે જલારામ ચોક પાસે આવેલી જૂની લોહાણા મહાજનવાડી ખાતે કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત લંડનના જાણીતા દાતા સદગૃહસ્થ પરીવારના શ્રી ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ – યુ.કે.ના સહયોગથી ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા જ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારોને સાતમ-આઠમના તહેવારોમાં ચણાનો લોટ, મેંદો, તેલ, ગોળ, સહિત વિવિધ જરૂરી વસ્તુઓ સાથેની એક વ્યવસ્થિત કીટ તૈયાર કરાવી, જ્ઞાતિના ૧૪૫ પરિવારોને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે જ્ઞાતિના કાર્યકરો સાથે શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહના સેવાભાવીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews