સોમનાથ સાંનિધ્યમાં આવેલ કૃષ્ણની મોક્ષભૂમિના ભાલકા તીર્થ સહિતના ચાર મંદિરો જન્માષ્ટમી પર્વે ચાર દિવસ બંધ રહેશે

0

કોરોનાના મહામારીના વધી રહેલા સંક્રમણ અને આગામી અઠવાડીયામાં આવી રહેલ જન્માષ્ટીમી પર્વે સોમનાથ સાંનિઘ્યે આવેલ શ્રી કૃષ્ણની મોક્ષભૂમિ કહેવાતું ભાલકા તીર્થ મંદિર, ગોલોકધામનું ગીતા મંદિર, શ્રી રામ મંદિરમાં ભાવિકોના દર્શન માટે તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ સુધી બંધ રાખવાનો અને જન્માષ્ટમી પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેશે તેવો સોમનાથ ટ્રસ્ટે ર્નિણય જાહેર કર્યો છે. આ અંગે સોમનાથ મંદિરનાં ટ્રસ્ટીના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, કોરોના વાયરસની મહામારીને કારણે જન્માષ્ટમી પર્વે સોમનાથ સાંનિઘ્યે ટ્રસ્ટ હસ્તકના આવેલા ભગવાન શ્રી કૃષ્ણની મોક્ષભૂમિના ભાલકાતીર્થ, ગોલોકધામના ગીતા મંદિર, શ્રી રામ મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વે તા.૧૦ થી ૧૩ ઓગષ્ટ સુધી ભાવિકોના દર્શન ઉપર પ્રતિબંધ રહેશે. કારણ કે સાતમ-આઠમના તહેવારોની રજાઓના કારણે દર્શનાર્થીઓની ભીડને ઘ્યાનમાં રાખી તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના પગલે ઉપરોકત જણાવેલ ટ્રસ્ટના ચારેય મંદિર ભકતો માટે બંધ રહેશે. જયારે ભાલકાતીર્થ મંદિરમાં કૃષ્ણ જન્મઉત્સવના દર્શન ટ્રસ્ટના સોશ્યલ મિડીયાના અને વેબસાઇટના માધ્યમથી લાઇવ કરવામાં આવશે. જયારે જગવિખ્યાત સોમનાથ મંદિર જન્માષ્ટમી પર્વે ખુલ્લું રહેશે. સરકારની ગાઇડલાઇનના ચુસ્ત અમલ સાથે રાબેતા મુજબ ભાવિકો માટે દર્શન ચાલુ રહેશે. જેથી સોમનાથ આવતા ભાવિકોને અપીલ છે કે તેઓ ટ્રસ્ટની વેબસાઇટમાં દર્શન માટે બુકીંગ કરાવીને જ આવવું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!