ગીર સોમનાથ જીલ્લામાં ૨૩ નવા કેસ : ૨૩ને ડીસ્ચાર્જ કરાયાં

0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક વધી રહયો છે આવા સમયે તંત્ર દ્વારા કોરોનાના કેસોની વિગતો જાહેર કરવામાં થઇ રહેલા વિચિત્ર ફેરફારોમાં લોકો શંકા ઉપજાવી રહયાની જોરશોરથી ચર્ચા સાથે તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લામાં ર૩ પોઝીટીવ કેસ આવેલ છે. જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ૧ર કેસો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર હેઠળના ર૩ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપી દેવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી ર૩ જેટલા પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં વેરાવળમાં ૧ર, સુત્રાપાડામાં ર, કોડીનાર ૧, ઉના ૩, તાલાલામાં ૪ અને અન્ય જીલ્લાના એક મળી કુલ ર૩ કોરોના પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી ર૩ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ આપવામાં આવેલ છે. જેમાં વેરાવળના ૯, સુત્રાપાડાના ર, કોડીનારના ર, ઉનાના ૮, ગીરગઢડના ૧ અને તાલાલાના ૧ નો સમાવેશ થાય છે. ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક દિવસે દિવસે વધતો રહયો છે. તેવા સમયે સ્થાનીક તંત્ર દ્વારા કોરોના કેસોની જાહેર કરવામાં આવતી માહીતીમાં થોડા થોડા દિવસે ફેરફાર કરી રહયા છે. જેમાં પ્રથમ કોરોનાના દર્દીઓના નામ જાહેર થતા જે બંધ કરી દેવાયા બાદ જે શહેરના જે વિસ્તારમાંથી કેસ આવે તેના સરનામાની વિગત અને દર્દીની ઉંમર સહિતની વિગતો જાહેર કરાતી હતી. દરમ્યાન ગઈકાલે ફરી માહિતી પ્રસિધ્ધી કરવામાં ફેરફાર કરી ફકત જીલ્લાના કયા શહેરમાંથી કેટલા કેસો આવ્યા તેના આંકડા જ જાહેર કર્યા છે. આના લીધે કયાંકને કયાંક લોકોમાં તંત્રની નિતીરીતી સામે શંકા ઉપજવાની સાથે અનેકવિધ સવાલો પણ ઉભા થયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!