પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય અધિકારી આશિષ ભાટીયાનાં અધ્યક્ષ સ્થાને તા. પ-૮-ર૦નાં રોજ ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમા વર્ષ ર૦૦૭થી ર૦ર૦ દરમ્યાન ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા માટે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ જેમાં કુલ ૪૬,૪૦૦ ગુમ તથા અપહરણ થયેલ બાળકો પૈકી ૪૩,૭૮૩ બાળકો પરત મળી આવેલ છે. અને કુલ ર૬૧૭ બાળકો શોધવાનાં બાકી રહેલ છે જેથી બાળકો શોધવાની ટકાવારી ૯૪.૩૬ ટકા છે. રાજયનાં મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, ભરૂચ, મહેસાણા, દાહોદ, ગોધરા વગેરે જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળકો ગુમ તથા અપહરણ થયેલ હોવાનું ધ્યાને આવેલ છે. જેથી ગુમ થયેલ બાળકોને શોધવા માટે તા. ૬-૮-ર૦થી ર૦-૮-ર૦ સુધી કુલ ૧પ દિવસની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છ. જેમાં શહેર તથા જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ સીસીબી, ડીસીબી, પીસીબી, એસઓજી તથા મીસીંગ સેલનાં તમામ સંવર્ગનાં અધિકારીઓને પણ અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે. ઉપરાંત ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા માટે ઓબ્ઝર્વેશન હોમ તેમજ ચાલ્ડ કેર હોમમાં પણ તપાસ કરવા તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews