રાજ્યની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત ઉદ્યોગોને ૫૦ વર્ષની લીઝ ઉપર જમીન

0

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પુર્નઃ બેઠા કરવા માટે નવી ઉદ્યોગ નીતિની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ નવી ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને લાંબા ગાળાની પ૦ વર્ષની લીઝ ઉપર જમીન આપવા ઉપરાંત સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઈને સપોર્ટ આપવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનને ૪ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આ નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના સર્વે રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારીનો દર ગુજરાતમાં સૌથી ઓછા ૩.૪ ટકા છે તેમણે કોરોનાના અંત બાદ આગામી વર્ષની વાયબ્રન્ટ સમિટ અંગે નિર્ણય લેવાશે તેમ પણ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદન વલણા તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરતી વખતે રૂપાણીએ જણાવ્યું હતું કે આર્ત્મનિભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા નવી ઔદ્યોગિક નીતિ પણ મદદરૂપ થશે, તેઓએ સાથે એ પણ જણાવ્યું હતું કે, કોરોના કાબૂમાં આવ્યા બાદ વાઈબ્રન્ટ સમિટ અંગે ર્નિણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઔદ્યોગિક નીતિ પૂર્ણ થઈ હતી. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસને સમર્થન મળ્યું હતું. ભારત સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે ૪૯ મિલીયન યુએસ ડોલરના મૂડીરોકાણમાં દેશની સરખામણીમાં ૫૧ ટકા હિસ્સો ગુજરાતનો છે. રાજ્યની પોલીસીને કારણે આપણને આ સફળતા મળી છે. વર્ષ ૨૦૧૯ દરમ્યાન પ્રપોઝ ઈન્વેસ્ટમેન્ટમાં ૪૮ ટકાનો વધારો થયો છે. તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ રોકાણમાં ૩૩૩ ટકાનો વધારો થયો છે. આમ દેશની સરખામણીએ ગુજરાતમાં નોંધપાત્ર વધારો થયો છે. સનરાઈઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્‌સ, ઇકો-ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ, સોલાર/વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારીત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સર્થ પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જ્યારથી જીએસટી લાગૂ કરવામાં આવ્યો ત્યારથી નેટ એસજીએસટી પ્રમાણે વળતર આપવામાં આવતું હતું, હવે નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. હવે મોટા ઉદ્યોગોને ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(એફસીઆઈ)ના ૧૨ ટકાના ધોરણે રોકડ રકમ અપાશે. કોઇપણ ઔદ્યોગિક એકમને આપવામાં વળતરની રકમની કોઇ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. આ ર્નિણયથી રાજ્યમાં મોટાં મૂડીરોકાણોને લાવવામાં મદદ મળશે. આ લાભ વાર્ષિક રૂા.૪૦ કરોડની ટોચ મર્યાદામાં ૧૦ વર્ષ સુધી અપાશે. જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી ૧૦ વર્ષના સમયગાળાની અંદર ચૂકવણી ન કરી શકાય તેવા કિસ્સામાં વાર્ષિક ટોચમર્યાદા રૂા.૪૦ કરોડ જ રહેશે તેવી શરત સાથે ૧૦ વર્ષની સમયમર્યાદામાં વધુ ૧૦ વર્ષનો વધારો કરી આપવામાં આવશે. જો ૨૦ વર્ષના સમયગાળામાં ચૂકવણી ન થાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ ૨૦ વર્ષના સમાન હપ્તાની અંદર કોઇ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!