જૂનાગઢનાં આંબેડકર નગર બીલખા રોડ બધાબાપાની ઘંટીની સામે બનેલા એક બનાવમાં સોનાબેન ખીમાભાઈ રાઠોડ(ઉ.વ.૮૦)એ સુધીરભાઈ દુલાભાઈ સોલંકી, સાહીલભાઈમોહનભાઈ સોલંકી, નીશાબેન સુધીરભાઈ સોલંકી વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ કેમ અમારી ખોટી વાતો કરે છે. તેમ કહી ફરીયાદી તથા તેના દિકરાને ગાળો દઈ ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે હુમલો કરી સાહેદને મુંઢમાર મારી તેમજ સગીરવયની બાળા વચ્ચે પડતાં આરોપીઓએ કપડા ફાડી છેડતી કરી અને તેના વાળ ખેંચી ઝાપટ મારી તેમજ ફરિયાદીની વહુને પણ આરોપીએ આંખ ઉપર મુકો મારી ફરીયાદીનાં મકાનને તાળા મારી અને ઘરનો કબજાે કરી લેવા અંગે આરોપીઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલછે. આ અંગેની વધુ તપાસ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એસ.એમ. મકવાણા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews